શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર · કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન (CICT), ચેન્નાઈ
કાશી તમિલ સંગમમ 5.0
કાશી તમિલ સંગમમ 5.0
திருக்குறள் பயில்வோம் · Thirukkural Payilvom – Thirukkural Abhyas Karen · तिरुक्कुरल अभ्यास करें · Let's Learn Thirukkural
કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન (CICT), ચેન્નાઈ · શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર
હમણાં અરજી કરો
ઇન્ટરફેસનો આ અનુવાદ મુસદ્દો છે અને CICT તેની સમીક્ષા કરી રહ્યું છે. English
પાછા જાઓ
અનુવાદો

108 திருக்குறள் · 108 તિરુક્કુરલ

CICT દ્વારા પસંદ કરેલા, તિરુક્કુરલના પ્રથમ 108 અધ્યાયોમાંના દરેક અધ્યાયમાંથી એક-એક કુરલ: સદાચાર (அறத்துப்பால்) અને સંપત્તિ (பொருட்பால்) એ બંને વિભાગો સંપૂર્ણપણે, તમિલ ટીકા સાથે. સહભાગી સંસ્થા પોતાનું ઑનલાઇન મૂલ્યાંકન માત્ર આ 108 કુરલોમાંથી જ લઈ શકે છે; તેમને તમારી ભાષામાં વાંચો, અને તમિલ ટીકા તમિલમાં.

મહાવરા પરીક્ષા આપી જુઓ
તમિલ લખાણ કમ્પ્યુટરના અવાજમાં વાંચવામાં આવે છે.

அறத்துப்பால் · Virtue

1
1. கடவுள் வாழ்த்து · The Praise of God
அகர முதல எழுத்தெல்லாம் ஆதிபகவன் முதற்றே உலகு.
‘અ’કાર છે સઘળી વર્ણમાળાઓમાં મોખરે
આદિ ભગવાન છે સઘળા લોકમાં મોખરે.
11
2. வான்சிறப்பு · The Blessing of Rain
வான்நின்று உலகம் வழங்கி வருதலால்தான்அமிழ்தம் என்றுணரற் பாற்று.
વર્ષાથી પોષિત છે આ વિશ્વ
અતઃ યોગ્ય છે અમૃત નામ એનું.
30
3. நீத்தார் பெருமை · The Greatness of Ascetics
அந்தணர் என்போர் அறவோர்மற் றெவ்வுயிர்க்கும்செந்தண்மை பூண்டொழுக லான்.
ઋષી કહેવાય છે તે ધર્મરત
જે સઘળા જીવો પર સહજ દયાદ્ર હોય.
36
4. அறன் வலியுறுத்தல் · Assertion of the Strength of Virtue
அன்றறிவாம் என்னாது அறஞ்செய்க மற்றதுபொன்றுங்கால் பொன்றாத் துணை.
ધર્મકાર્ય નિરન્તર કરતા રહો
મરણોપરાન્ત પણ એ ઓથ આપસે.
50
5. இல்வாழ்க்கை · Domestic Life
வையத்துள் வாழ்வாங்கு வாழ்பவன் வான்உறையும்தெய்வத்துள் வைக்கப் படும்.
ધર્માનુકુળ ગાર્હસ્થ્ય જીવન ગાળતો નર
આકાશ નિવાસી દેવતા તુલ્ય ગણાશે.
60
6. வாழ்க்கைத் துணைநலம் · The Worth of a Wife
மங்கலம் என்ப மனைமாட்சி மற்றதன்நன்கலம் நன்மக்கட் பேறு.
ગૃહિણીના સદ્‌ગુણ જ ગાર્હસ્થ જીવનની શોભા છે
અને સંતાન આભૂષણ.
66
7. மக்கட்பேறு · The Wealth of Children
குழல்இனிது யாழ்இனிது என்பதம் மக்கள்மழலைச்சொல் கேளா தவர்.
વાંસળી મધુર છે, વીણા મધુર છે કહેનાર નરે
નિજ સંતાનના તોતડા બોલ સાંભળ્યા નહીં હોય.
72
8. அன்புடைமை · The Possession of Love
அன்பிலார் எல்லாம் தமக்குரியர் அன்புடையார்என்பும் உரியர் பிறர்க்கு.
સ્નેહરહિત નર સઘળું માને છે પોતાનું
સ્નેહશીલ નર સ્વઅસ્થિને પણ અન્ય હેતુ માને છે.
90
9. விருந்தோம்பல் · Hospitality
மோப்பக் குழையும் அனிச்சம் முகந்திரிந்துநோக்கக் குழையும் விருந்து.
સુંઘવાથી જેમ *અનિચ્ચમ* કરમાય છે
તેમ ભાવરહિત વદન જોઈ અતિથિ પણ અકળાય છે.
100
10. இனியவை கூறல் · The Utterance of Pleasant Words
இனிய உளவாக இன்னாத கூறல்கனியிருப்பக் காய்கவர்ந் தற்று.
મધુર વચનના રહેતા કટુનો કરવો વ્યવહાર
જાણે પાકા ફળ તજી કરવો કાચાનો આહાર!
101
11. செய்ந்நன்றியறிதல் · Gratitude
செய்யாமல் செய்த உதவிக்கு வையகமும்வானகமும் ஆற்றல் அரிது.
અનુગ્રહ કોઈનો પામ્યા વિના કરવો એનો ઉપકાર
કર્મ છે આ એવું, ધરા-વ્યોમ આપીને પણ ન વળાય વટક જેનું.
120
12. நடுவு நிலைமை · Impartiality
வாணிகம் செய்வார்க்கு வாணிகம் பேணிப்பிறவும் தமபோல் செயின்.
શ્રેષ્ઠ વાણિજ્ય વ્યવહાર તે
જેમાં વણિક ઈતરનું દ્રવ્ય પણ સ્વનું સમજે.
129
13. அடக்கம் உடைமை · The Possession of Self-restraint
தீயினாற் சுட்டபுண் உள்ளாறும் ஆறாதேநாவினாற் சுட்ட வடு.
દાઝ્‌યાનો ડામ તો રૂઝાય જાય છે
પણ જીહ્વાનો ડામ ક્યારેય રૂઝાતો નથી.
131
14. ஒழுக்கம் உடைமை · The Possession of Decorum
ஒழுக்கம் விழுப்பந் தரலான் ஒழுக்கம்உயிரினும் ஓம்பப் படும்.
સદાચરણ શ્રીવૃદ્ધિ પ્રદેયક છે
અતઃ તેની પ્રાણથી પણ વિશેષ જાળવણી કરવી જોઈએ.
148
15. பிறனில் விழையாமை · Not coveting another's Wife
பிறன்மனை நோக்காத பேராண்மை சான்றோர்க்குஅறனொன்றோ ஆன்ற வொழுக்கு.
પરનાર પર કામુક દૃષ્ટિપાત ન કરતો નર
સદાચરણને જ ધર્મ માને છે.
152
16. பொறையுடைமை · The Possession of Patience, Forbearance
பொறுத்தல் இறப்பினை என்றும் அதனைமறத்தல் அதனினும் நன்று.
(અપકાર પ્રતિ) સહનશીલતા એક શ્રેષ્ઠ ગુણ છે.
પણ (અપકારનું) વિસ્મરણ તેનાથી પણ શ્રેષ્ઠ ગુણ છે.
161
17. அழுக்காறாமை · Not Envying
ஒழுக்காறாக் கொள்க ஒருவன்தன் நெஞ்சத்துஅழுக்காறு இலாத இயல்பு.
એ પ્રવૃત્તિ જેમાં હૃદય (મન) ઈર્ષા મુક્ત રહે છે
તેને જ સદાચરણ સમજવું જોઈએ.
178
18. வெஃகாமை · Not Coveting
அஃகாமை செல்வத்திற்கு யாதெனின் வெஃகாமைவேண்டும் பிறன்கைப் பொருள்.
અક્ષય વૈભવપ્રાપ્તિનો શું છે ઉપાય?
એજ કે અન્યના દ્રવ્ય પ્રતિ લોભવૃત્તિ ન રાખવી.
190
19. புறங்கூறாமை · Not Backbiting
ஏதிலார் குற்றம்போல் தங்குற்றங் காண்கிற்பின்தீதுண்டோ மன்னும் உயிர்க்கு.
પરદોષ અવલોકન સમ સ્વનું કરે જો છિદ્રાન્વેષણ મનુજ
તો આત્મા માત્રને કોઈ સંતાપ ન થાય.
200
20. பயனில சொல்லாமை · Against Vain Speaking
சொல்லுக சொல்லிற் பயனுடைய சொல்லற்கசொல்லிற் பயனிலாச் சொல்.
કહેવું હોય તો કહેજો કથન અર્થવાન અને હિતકારી
જો જો નિષ્પ્રયોજન ન હોય કોઈ કથન તમારૂ.
202
21. தீவினையச்சம் · Dread of Evil Deeds
தீயவை தீய பயத்தலால் தீயவைதீயினும் அஞ்சப் படும்.
કુકર્મનું ફળ દુઃખદ હોય છે
કુકર્મથી અગ્નિ સમ બચવું.
211
22. ஒப்புரவறிதல் · Duty to Society
கைம்மாறு வேண்டா கடப்பாடு மாரிமாட்டுஎன்னாற்றுங் கொல்லோ உலகு.
ઉપકારમાં પ્રત્યુપકારની ઇચ્છા ન રાખશો
મેઘને શું પરત આપે છે આ સંસાર?
226
23. ஈகை · Giving
அற்றார் அழிபசி தீர்த்தல் அஃதொருவன்பெற்றான் பொருள்வைப் புழி.
દારિદ્રજનની તીવ્ર ક્ષુધાને શાંત કરવી
આ કાર્ય જ છે કોષાગારમાં સંચિત કરવા જેવી મૂડી.
231
24. புகழ் · Renown
ஈதல் இசைபட வாழ்தல் அதுவல்லதுஊதியம் இல்லை உயிர்க்கு.
દાન પ્રવૃત્ત યશસ્વી જીવન ગાળવું જોઈએ
આથી વિશેષ કશું શ્રેષ્ઠ નથી!
241
25. அருளுடைமை · Compassion
அருட்செல்வம் செல்வத்துள் செல்வம் பொருட்செல்வம்பூரியார் கண்ணும் உள.
દયાભાવ રૂપી સંપત્તિ જ સર્વ શ્રેષ્ઠ સંપત્તિ છે
અન્ય ભૌતિક સમ્પત્તિ તો તુચ્છ નર પાસે પણ હોય છે.
260
26. புலால் மறுத்தல் · Abstinence from Flesh
கொல்லான் புலாலை மறுத்தானைக் கைகூப்பிஎல்லா உயிருந் தொழும்.
જીવવધ અને માંસાહાર કરે નહીં જે નર
તેને કર-બદ્ધ નમન કરે છે સૃષ્ટિના સઘળા જીવ.
261
27. தவம் · Penance
உற்றநோய் நோன்றல் உயிர்க்குறுகண் செய்யாமைஅற்றே தவத்திற் குரு.
સ્વયમ્‌ દુખ સહવું અને અન્યને દુઃખ ન દેવું
આજ જ છે તપસ્યાનું સાચું સ્વરૂપ.
273
28. கூடா ஒழுக்கம் · Imposture
வலியில் நிலைமையான் வல்லுருவம் பெற்றம்புலியின்தோல் போர்த்துமேய்ந் தற்று.
(મનથી) નબળો નર વેશ ધરે સબળનો (તપસ્વીનો)
જાણે ઘાસ ચરે પ્રાણી ઓઢી વાધનું ચર્મ.
281
29. கள்ளாமை · The Absence of Fraud
எள்ளாமை வேண்டுவான் என்பான் எனைத்தொன்றும்கள்ளாமை காக்கதன் நெஞ்சு.
ધિક્કારથી પરે જો ગાળવું હોય જીવન
તો અન્યના પદાર્થ પ્રતિ સ્તેયભાવ ન આણો મનમાં.
291
30. வாய்மை · Veracity
வாய்மை எனப்படுவது யாதெனின் யாதொன்றும்தீமை இலாத சொலல்.
કથન સત્ય તે છે કહેવાય
જેથી કોઈનું કોઈ પણ પ્રકારનું અનિષ્ટ ન થાય.
305
31. வெகுளாமை · Restraining Anger
தன்னைத்தான் காக்கின் சினங்காக்க காவாக்கால்தன்னையே கொல்லுஞ் சினம்.
સ્વની રક્ષા જ કરવી હોય તો ક્રોધથી બચો
અન્યથા ક્રોધ તમને નષ્ટ કરી દેશે.
314
32. இன்னா செய்யாமை · Not doing Evil
இன்னாசெய் தாரை ஒறுத்தல் அவர்நாணநன்னயஞ் செய்து விடல்.
અનિષ્ટકર્તાને આપો (ઉચિત) દંડ અને કરો તેની ભલાઈ
પશ્ચાત વિસ્મૃત કરો સ્વની ભલાઈ અને તેની બુરાઈ.
322
33. கொல்லாமை · Not killing
பகுத்துண்டு பல்லுயிர் ஓம்புதல் நூலோர்தொகுத்தவற்றுள் எல்லாந் தலை.
અન્ય જીવોને આપીને અન્ન આરોગવું, આ છે જીવન રક્ષક કર્મ
શાસ્ત્ર રચયિતા સર્વે આનેજ સર્વશ્રેષ્ઠ ધર્મ માને છે.
336
34. நிலையாமை · Instability
நெருநல் உளனொருவன் இன்றில்லை என்னும்பெருமை உடைத்துஇவ் வுலகு.
જે કાલે હતું એ આજે નથી
આ છે મહિમા જગતની.
350
35. துறவு · Renunciation
பற்றுக பற்றற்றான் பற்றினை அப்பற்றைப்பற்றுக பற்று விடற்கு.
સર્વ બંધનોથી વિમુક્ત (પરમાત્મા)ના બંધનમાં બંધાવો
આ બંધનજ સઘળા (સાંસારિક) બંધનોથી વિમુક્ત કરાવશે.
355
36. மெய்யுணர்தல் · Truth-Conciousness
எப்பொருள் எத்தன்மைத் தாயினும் அப்பொருள்மெய்ப்பொருள் காண்பது அறிவு.
પદાર્થની બાહ્ય પ્રતિતી ગમે તેવી હોય
તેનું સાચું (આન્તરિક) સ્વરૂપ જાણવું જ સત્ય-જ્ઞાન કહેવાય.
361
37. அவா அறுத்தல் · Curbing of Desire
அவாஎன்ப எல்லா உயிர்க்கும் எஞ்ஞான்றும்தவாஅப் பிறப்பீனும் வித்து.
તૃષ્ણાનો ભાવ બધાં જીવોમાં વિદ્યમાન હોય છે
અને એ જ જન્મ-મરણનું બીજ છે.
380
38. ஊழ் · Fate
ஊழிற் பெருவலி யாவுள மற்றொன்றுசூழினுந் தான்முந் துறும்.
પ્રારબ્ધથી પ્રબળ નથી કોઈ શક્તિ
અન્ય શક્તિઓનો તોડી ઘેરો તે સર્વદા હોય છે આગળ.

பொருட்பால் · Wealth

388
39. இறைமாட்சி · The Greatness of a King
முறைசெய்து காப்பாற்றும் மன்னவன் மக்கட்குஇறையென்று வைக்கப் படும்.
નીતિ અનુરૂપ જે નૃપ કરે પ્રજાનું રક્ષણ
પ્રજા માને તેને દેવ સ્વરૂપ.
391
40. கல்வி · Learning
கற்க கசடறக் கற்பவை கற்றபின்நிற்க அதற்குத் தக.
વિષય સઘળા શીખવા યોગ્ય શીખો પૂર્ણતઃ
અને શીખ્યા ઉપરાન્ત કરો આચરણ તદ્‌નુરૂપ.
410
41. கல்லாமை · Ignorance
விலங்கொடு மக்கள் அனையர் இலங்குநூல்கற்றாரோடு ஏனை யவர்.
અશિક્ષિત સમક્ષ અધ્યેતા સદગ્રન્થોનો
જાણે પશુ સમક્ષ માનવ!
411
42. கேள்வி · Hearing
செல்வத்துட் செல்வஞ் செவிச்செல்வம் அச்செல்வம்செல்வத்து ளெல்லாந் தலை.
શ્રવણથી પ્રાપ્ત (જ્ઞાનરૂપી) સંપત્તિ સર્વાધિક મૂલ્યવાન છે
તે સઘળી સમ્પત્તિઓમાં સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે.
423
43. அறிவுடைமை · The Possession of Knowledge
எப்பொருள் யார்யார்வாய்க் கேட்பினும் அப்பொருள்மெய்ப்பொருள் காண்ப தறிவு.
વિષય નાના અનેકાનેક મુખથી સાંભળી
તેમાં નિહિત સત્યને પારખવું જ બુદ્ધિમત્તા છે.
436
44. குற்றங்கடிதல் · The Correction of Faults
தன்குற்றம் நீக்கிப் பிறர்குற்றங் காண்கிற்பின்என்குற்ற மாகும் இறைக்கு?
સ્વના અવગુણ દૂર કરી અવલોકે જે પરના અવગુણ
એવા નૃપમાં ભલા હોઈ શકે કોઈ અવગુણ?
448
45. பெரியாரைத் துணைக்கோடல் · Seeking the Aid of Great Men
இடிப்பாரை இல்லாத ஏமரா மன்னன்கெடுப்பா ரிலானுங் கெடும்.
(ત્રુટિ જોઈ) પ્રતાડિત કરતાં સાથીનું સહચર્ય નથી પ્રાપ્ત જેને
એ નૃપનો શત્રુના અભાવમાં પણ છે વિનાશ નિશ્ચિત.
452
46. சிற்றினம் சேராமை · Avoiding mean Associations
நிலத்தியல்பால் நீர்திரிந் தற்றாகும் மாந்தர்க்குஇனத்தியல்ப தாகும் அறிவு.
માટીના ગુણ સદૃશ જણાય છે જળની શ્રેણી
અને સંગત અનુરૂપ હોય છે નરની બુદ્ધિ.
467
47. தெரிந்து செயல்வகை · Acting after due Consideration
எண்ணித் துணிக கருமம் துணிந்தபின்எண்ணுவம் என்பது இழுக்கு.
વિવેચન કરી કર્મમાં પ્રવૃત્ત થાવ
પ્રવૃત્ત થયા પશ્ચાત વિવેચન કરવું મૂઢતા છે.
471
48. வலியறிதல் · The Knowledge of Power
வினைவலியும் தன்வலியும் மாற்றான் வலியும்துணைவலியும் தூக்கிச் செயல்.
કાર્યની જટીલતા, સ્વની અને સંગાથિઓની પ્રબળતા
શત્રુનું બળ - આ સઘળાની વિવેચના પશ્ચાત કાર્ય હાથે ધરવું.
490
49. காலமறிதல் · Knowing the fitting Time
கொக்கொக்க கூம்பும் பருவத்து மற்றதன்குத்தொக்க சீர்த்த இடத்து.
પ્રતીક્ષા કરો સારસ સદૃશ પ્રશાંત
અવસર આવતા ઝપટો પણ એના સમ!
495
50. இடனறிதல் · Knowing the Place
நெடும்புனலுள் வெல்லும் முதலை அடும்புனலின்நீங்கின் அதனைப் பிற.
ઊંડા જળમાં મગર અન્ય જીવો પર વિજય પ્રાપ્ત કરે છે
પણ જળની બહાર આ જ મગર પર અન્ય જીવ વિજયી થાય છે.
504
51. தெரிந்து தெளிதல் · Selection and Confidence
குணம்நாடிக் குற்றமும் நாடி அவற்றுள்மிகைநாடி மிக்க கொளல்.
નરના ગુણ પારખો અને પારખો અવગુણ
બાહુલ્ય છે જેનું તદ્‌નુરૂપ શ્રેણી જાણો તેની.
517
52. தெரிந்து வினையாடல் · Selection and Employment
இதனை இதனால் இவன்முடிக்கும் என்றாய்ந்துஅதனை அவன்கண் விடல்.
‘આ નર આ સાધન થકી શું કરી શકશે આ કાર્ય?’
કરી આ પ્રશ્નનું વિવેચન પશ્ચાત્ત સૌંપવો કાર્યભાર.
527
53. சுற்றந் தழால் · Cherishing Kinsmen
காக்கை கரவா கரைந்துண்ணும் ஆக்கமும்அன்னநீ ரார்க்கே உள.
પ્રાપ્ત આહાર આરોગે છે કાગ સ્વબંધુ સંગ કરી કોલાહલ
આવી વૃત્તિ હોય જેની તેજ નર પામે શ્રીવૃદ્ધિ.
535
54. பொச்சாவாமை · Unforgetfulness
முன்னுறக் காவாது இழுக்கியான் தன்பிழைபின்னூறு இரங்கி விடும்.
અસાવધ નર (વિસ્મૃતિવશ) આવનાર વિપદાઓનો કરતો નથી ઉપચાર
પશ્ચાત પછતાય છે ઘણો આ દુર્ગુણના કારણે!
542
55. செங்கோன்மை · The Right Sceptre
வானோக்கி வாழும் உலகெல்லாம் மன்னவன்கோல்நோக்கி வாழுங் குடி.
વિશ્વ મેઘ ભણી રાખી (આશાભરી) દૃષ્ટિ જીવે છે અને
અને પ્રજા રાજદંડ (સુશાસન) ભણી (આશાભરી) દૃષ્ટિ રાખી જીવે છે.
555
56. கொடுங்கோன்மை · The Cruel Sceptre
அல்லற்பட்டு ஆற்றாது அழுதகண் ணீரன்றேசெல்வத்தைத் தேய்க்கும் படை
ઉત્પીડિત જનનાં રુદનમાં વહેતા અશ્રુજળ-કણ
વૈભવને વિનષ્ટ કરનાર સૈન્યબળ નથી તો શું છે?
561
57. வெருவந்த செய்யாமை · Absence of Terrorism
தக்காங்கு நாடித் தலைச்செல்லா வண்ணத்தால்ஒத்தாங்கு ஒறுப்பது வேந்து.
અપરાધનું કરી સૂક્ષ્મ અવલોકન, નૃપ શ્રેષ્ઠ
આપે છે એવો દંડ જેથી ન થાય અપરાધની પુનરાવૃત્તિ.
580
58. கண்ணோட்டம் · Benignity
பெயக்கண்டும் நஞ்சுண் டமைவர் நயத்தக்கநாகரிகம் வேண்டு பவர்.
સુસંસ્કાર પ્રતિ છે જેના મનમાં આદર-ભાવ,
તે નર, મિત્ર પ્રદત્ત ગરલનું કરી પાન, રહે છે પ્રશાંત.
581
59. ஒற்றாடல் · Detectives
ஒற்றும் உரைசான்ற நூலும் இவையிரண்டும்தெற்றென்க மன்னவன் கண்.
જગ વિખ્યાત નીતિ-ગ્રન્થ અને ગુપ્તચર
આ બન્ને માનવા ઉભય નેત્ર નરેશના.
595
60. ஊக்கம் உடைமை · Energy
வெள்ளத் தனைய மலர்நீட்டம் மாந்தர்தம்உள்ளத் தனையது உயர்வு.
જળની થાહ અનુરૂપ હોય છે જલજ-નાળ
નરના આન્તરિકભાવ અનુરૂપ હોય છે એની ઉન્નતિ!
605
61. மடி இன்மை · Unsluggishness
நெடுநீர் மறவி மடிதுயில் நான்கும்கெடுநீரார் காமக் கலன்.
વિલમ્બ-વૃત્તિ, વિસ્મરણ, આળસ અને નિન્દ્રા-પ્રેમ
નાશવંત નરની આ ચાર પ્રિય હોડિઓ છે.
611
62. ஆள்வினை உடைமை · Manly Effort
அருமை உடைத்தென்று அசாவாமை வேண்டும்பெருமை முயற்சி தரும்.
(કાર્ય) આ દુસાધ્ય છે-આવો મનોભાવ ત્યાગો
સતત પ્રયત્ન (કાર્યાવશ્યક) ઉર્દ્ધતા પ્રદાન કરશે!
621
63. இடுக்கண் அழியாமை · Hopefulness in Trouble
இடுக்கண் வருங்கால் நகுக அதனைஅடுத்தூர்வது அஃதொப்ப தில்.
સંકટની વેળાએ કરો ધારણ સ્મિત
એ સદૃશ નથી અન્ય કોઈ સાધન દુઃખાથી ઉબરવાનું.
631
64. அமைச்சு · The Office of Minister of state
கருவியும் காலமும் செய்கையும் செய்யும்அருவினையும் மாண்டது அமைச்சு.
કાર્ય વિશેષને કરવાની પદ્ધતિ, સંસાધન અને સમયનું પરિજ્ઞાન
આવશ્યક છે અમાત્ય-કર્મની નિપૂણતા હેતુ.
645
65. சொல்வன்மை · Power of Speech
சொல்லுக சொல்லைப் பிறிதோர்சொல் அச்சொல்லைவெல்லுஞ்சொல் இன்மை அறிந்து.
કરી મન્થન ભણવો શબ્દ એવો (અર્થવાન)
કે અન્ય કોઈ શબ્દ પામે નહીં વિજય તેનાં પર.
656
66. வினைத் தூய்மை · Purity in Action
ஈன்றாள் பசிகாண்பான் ஆயினுஞ் செய்யற்கசான்றோர் பழிக்கும் வினை.
સ્વમાતાની ક્ષુધા-તૃપ્તિ હેતુ પણ નરે ન કરવું એ કાર્ય
જેની વિવેકવાન કરે નિંદા.
666
67. வினைத்திட்பம் · Power in Action
எண்ணிய எண்ணியாங்கு எய்துப எண்ணியார்திண்ணியர் ஆகப் பெறின்.
સંકલ્પ કર્તા પામશે પદાર્થ સધળા
સ્વકલ્પના અનુરૂપ જો હશે તે કાર્ય રત દૃઢ-સંકલ્પ.
672
68. வினை செயல்வகை · Modes of Action
தூங்குக தூங்கிச் செயற்பால தூங்கற்கதூங்காது செய்யும் வினை.
વિલમ્બ યોગ્ય કાર્ય વિલમ્બિત કરો
પણ અવિલમ્બિત કાર્યમાં વિલમ્બનો કોઈ અવકાશ નથી.
690
69. தூது · The Envoy
இறுதி பயப்பினும் எஞ்சாது இறைவற்குஉறுதி பயப்பதாம் தூது.
પ્રાણ સંકટમાં હોય તો પણ થઈ નિડર
જે સ્વનૃપના હિતની કરે સાધના, જાણવો એને જ સાચો રાજદૂત.
691
70. மன்னரைச் சேர்ந்து ஒழுகல் · Conduct in the Presence of the King
அகலாது அணுகாது தீக்காய்வார் போல்கஇகல்வேந்தர்ச் சேர்ந்தொழுகு வார்.
રાજાશ્રિત નરે નૃપથી કરવો વ્યવહાર એવો જાણે શિયાળમાં
તાપણા સમ્મુખ- ન અતિ નિકટ ન અતિ દૂર!
706
71. குறிப்பறிதல் · The Knowledge of Indications
அடுத்தது காட்டும் பளிங்குபோல் நெஞ்சம்கடுத்தது காட்டும் முகம்.
નિકટ સ્થિત પદાર્થનું જેમ આરસી દર્શાવે છે પ્રતિબિમ્બ
તેમ મુખ-ભાવ વ્યક્ત કરે છે હૃદય-સ્થિત ભાવ.
711
72. அவை அறிதல் · The Knowledge of the Council Chamber
அவையறிந்து ஆராய்ந்து சொல்லுக சொல்லின்தொகையறிந்த தூய்மை யவர்.
શબ્દ-શક્તિથી અભિજ્ઞ એવા પાવન વૃત્તિના નર
સભાની શ્રેણીને લક્ષ્ય કરી, વિવેચન ઉપરાન્ત કરે છે શબ્દોનો પ્રયોગ!
722
73. அவை அஞ்சாமை · Not to dread the Council
கற்றாருள் கற்றார் எனப்படுவர் கற்றார்முன்கற்ற செலச்சொல்லு வார்.
વિદ્વાનો સમક્ષ અર્જિત જ્ઞાનને કરી શકે જે વ્યક્ત પ્રભાવપૂર્ણ રીતે
તેને માનવો વિદ્વાનોમાં શ્રેષ્ઠ વિદ્વાન.
738
74. நாடு · The Land
பிணியின்மை செல்வம் விளைவின்பம் ஏமம்அணியென்ப நாட்டிற்கிவ் வைந்து.
નિરોગી જીવનાવધિ, ઐશ્વર્ય, પ્રચુર ઉપજ, સાનન્દ-જીવન
અને સુરક્ષા-આ પાંચ આયામ રાષ્ટ્રના અલંકાર કહેવાય.
742
75. அரண் · The Fortification
மணிநீரும் மண்ணும் மலையும் அணிநிழற்காடும் உடைய தரண்.
મણી સદૃશ પ્રાંજલ જળ, (વિશાળ) ભૂભાગ, (ઊંચા) પર્વત
અને છાયા આચ્છાદિત વન-આ ચારેયથી યુક્ત હોય છે દુર્ગ.
759
76. பொருள் செயல்வகை · Way of Accumulating Wealth
செய்க பொருளைச் செறுநர் செருக்கறுக்கும்எஃகதனிற் கூரிய தில்.
ધનનો કરવો સંચય કેમ કે શત્રુના અહંકારને
કાપવાવાળું એનાથી તેજ કોઈ શસ્ત્ર નથી.
766
77. படை மாட்சி · The Excellence of an Army
மறமானம் மாண்ட வழிச்செலவு தேற்றம்எனநான்கே ஏமம் படைக்கு.
શૌર્ય, સ્વમાન, વિશ્વસ્તતા અને સદ્‌વ્યવહાર
આ ચારેય ગુણ સૈન્યનાં શ્રેષ્ઠ રક્ષક છે.
773
78. படைச் செருக்கு · Military Spirit
பேராண்மை என்ப தறுகண்ஒன் றுற்றக்கால்ஊராண்மை மற்றதன் எஃகு.
શત્રુની સાથે નિર્દયી વ્યવહાર પરમ વીરતા કહેવાય છે
અને સંકટગ્રસ્ત શત્રુની સહાયતા કરવી એ વીરતાની પરકાષ્ઠા છે.
788
79. நட்பு · Friendship
உடுக்கை இழந்தவன் கைபோல ஆங்கேஇடுக்கண் களைவதாம் நட்பு.
અંગ પરથી સરકતા વસ્ત્રને કર જેમ ત્વરાથી થામી લે
એમ મિત્રના દુઃખનું ત્વરાથી નિવારણ કરવું જ છે મૈત્રી-ભાવ.
796
80. நட்பாராய்தல் · Investigation in forming Friendships
கேட்டினும் உண்டோர் உறுதி கிளைஞரைநீட்டி அளப்பதோர் கோல்.
વિપત્તિમાં પણ એક લાભ નિહિત છે
કેમકે તે મિત્રની ઊર્ધ્વતાનું માનદંડ બની જાય છે.
801
81. பழைமை · Familiarity
பழைமை எனப்படுவது யாதெனின் யாதும்கிழமையைக் கீழ்ந்திடா நட்பு.
સ્નેહીજન જ્યારે સ્વઅધિકાર માની કરે જો કોઈ કર્મ
તો અવમાનના રહિત એનો સ્વીકાર જ કહેવાય ગાઢ મૈત્રી.
819
82. தீ நட்பு · Evil Friendship
கனவினும் இன்னாது மன்னோ வினைவேறுசொல்வேறு பட்டார் தொடர்பு.
કથની અને કરનીમાં જેની હોય અન્તર
એવા નરથી સંબંધ તો સ્વપ્નમાં પણ કરશે આતપ્ત.
828
83. கூடா நட்பு · Unreal Friendship
தொழுதகை யுள்ளும் படையொடுங்கும் ஒன்னார்அழுதகண் ணீரும் அனைத்து.
વિનમ્રતાથી આબદ્ધ શત્રુનાં કરમાં જેમ પ્રચ્છન્ન હોય છે અસ્ત્ર
એવી જ વૃત્તિ માનવી એના રુદનમાં વહેતા અશ્રુજળની.
831
84. பேதைமை · Folly
பேதைமை என்பதொன்று யாதெனின் ஏதங்கொண்டுஊதியம் போக விடல்.
મૂઢતા એ એક એવો વિકાર છે
જે હાનિપ્રદને ગ્રહણ કરી લાભપ્રદનો કરે છે પરિત્યાગ.
850
85. புல்லறிவாண்மை · Ignorance
உலகத்தார் உண்டென்பது இல்லென்பான் வையத்துஅலகையா வைக்கப் படும்.
જગત જેને ઉપસ્થિત કહે છે
એને અનુપસ્થિત કહેનાર પ્રેત-શ્રેણીનો ગણાશે.
851
86. இகல் · Hostility
இகலென்ப எல்லா உயிர்க்கும் பகலென்னும்பண்பின்மை பாரிக்கும் நோய்
સમજુ લોકો ઘૃણાનો ભાવ એક રોગ માને છે
જે બધા જીવોમાં વિરોધ-વૃત્તિ રૂપી અનિષ્ટ ઉત્પન્ન કરે છે.
861
87. பகை மாட்சி · The Might of Hatred
வலியார்க்கு மாறேற்றல் ஓம்புக ஓம்பாமெலியார்மேல் மேக பகை.
બળવાનથી કરી શત્રુતા ન લડો તેના સંગ
નિર્બળ સંગ સતત નિભાવો શત્રુતા.
871
88. பகைத்திறம் தெரிதல் · Knowing the Quality of Hate
பகைஎன்னும் பண்பி லதனை ஒருவன்நகையேயும் வேண்டற்பாற்று அன்று.
શત્રુતા નામક અસભ્ય કૃત્યની ઈચ્છા
વ્યક્તિ એ પરિહાસમાં પણ ન કરવી જોઈએ.
890
89. உட்பகை · Enmity within
உடம்பாடு இலாதவர் வாழ்க்கை குடங்கருள்பாம்போடு உடனுறைந் தற்று.
સહમતિ ન હોય જેતા સંગ તેના સાથે કરવો નિવાસ
જાણે ભુજંગ સંગ વસવુ એક કુટિ માહિં.
892
90. பெரியாரைப் பிழையாமை · Not Offending the Great
பெரியாரைப் பேணாது ஒழுகிற் பெரியாரால்பேரா இடும்பை தரும்.
આદરરહિત વ્યવહાર જો થાય મહાપુરુષ સંગ
તો એમનાં થકી મળે દારુણ દુઃખ અપાર.
901
91. பெண்வழிச் சேறல் · Being led by Women
மனைவிழைவார் மாண்பயன் எய்தார் வினைவிழைவார்வேண்டாப் பொருளும் அது.
પત્ની પર આસક્ત નરને ધર્મની પ્રાપ્તિ નથી થતી
અને અર્થની જેને છે આકાંક્ષા એ પણ રહે આ કર્મથી વિમુખ.
911
92. வரைவின் மகளிர் · Wanton Women
அன்பின் விழையார் பொருள்விழையும் ஆய்தொடியார்இன்சொல் இழுக்குத் தரும்.
પ્રેમની નહીં અપિતુ ધનની ઇચ્છા રાખતી ચતુર સ્ત્રિયોના મધુર વેણ
અન્તમાં આપે છે શોક અપાર.
930
93. கள்ளுண்ணாமை · Not Drinking Palm-Wine
கள்ளுண்ணாப் போழ்திற் களித்தானைக் காணுங்கால்உள்ளான்கொல் உண்டதன் சோர்வு.
સભાન અવસ્થામાં મદિરા સેવી જો લખે
અન્ય મદમસ્ત નર તો તેણે કરવો વિચાર સ્વની અવસ્થાનો.
931
94. சூது · Gambling
வேண்டற்க வென்றிடினும் சூதினை வென்றதூஉம்தூண்டிற்பொன் மீன்விழுங்கி அற்று.
રહેવું દ્યૂતની રમતથી વિમુખ યદ્યપિ થાય જીત કેમકે એ જીત
માછલી ફસાવવાની બંસીમાં સ્થિત લૌહ ખંડ સદૃશ હોય છે.
945
95. மருந்து · Medicine
மாறுபாடு இல்லாத உண்டி மறுத்துண்ணின்ஊறுபாடு இல்லை உயிர்க்கு.
સુપથ્ય આહાર લેવાય જો સંયમથી
તો જીવને ન ગ્રહે કોઈ દુઃખદ રોગ.
951
96. குடிமை · Nobility
இற்பிறந்தார் கண்அல்லது இல்லை இயல்பாகச்செப்பமும் நாணும் ஒருங்கு.
સચ્ચરિત્રતા, સત્યનિષ્ઠા અને સલજ્જતા આ એકસાથ
કુલીનનાં સિવાય અન્ય કોઈના સ્વભાવનાં અંગ નથી હોતા.
969
97. மானம் · Honour
மயிர்நீப்பின் வாழாக் கவரிமா அன்னார்உயிர்நீப்பர் மானம் வரின்.
સ્વમાન નષ્ટ થતા પ્રાણ ત્યાગનાર હોય છે અમર મૃગ સદૃશ
જે રોમ ક્ષરિત થતા તજે છે પ્રાણ.
972
98. பெருமை · Greatness
பிறப்பொக்கும் எல்லா உயிர்க்கும் சிறப்பொவ்வாசெய்தொழில் வேற்றுமை யான்.
જન્મથી હોય છે માનવ માત્ર એક સમાન
કર્મ-ભેદથી એનું વૈશિષ્ટ્ય છે અંકાય.
985
99. சான்றாண்மை · Perfectness
ஆற்றுவார் ஆற்றல் பணிதல் அதுசான்றோர்மாற்றாரை மாற்றும் படை.
બળશાળીનું બળ છે એની વિનયશીલતા
ને આજ છે બુદ્ધિમાનોનું અસ્ત્ર શત્રુના હૃદય પરિવર્તન હેતુ.
997
100. பண்புடைமை · Courtesy
அரம்போலும் கூர்மைய ரேனும் மரம்போல்வர்மக்கட்பண்பு இல்லா தவர்.
આરી સમ તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતો નર માનવો વૃક્ષ સદૃશ
જો તે હોય માનવોચિત સંસ્કારથી રિક્ત.
1001
101. நன்றியில் செல்வம் · Wealth without Benefaction
வைத்தான்வாய் சான்ற பெரும்பொருள் அஃதுண்ணான்செத்தான் செயக்கிடந்தது இல்.
ગૃહમાં ભરેલ પ્રચુર સંપદાનો જે ન કરે ઉપભોગ
તે છે મૃતક સદૃશ જેને કોઈ ખપ નથી ધનનો.
1011
102. நாணுடைமை · Shame
கருமத்தால் நாணுதல் நாணுத் திருநுதல்நல்லவர் நாணுப் பிற.
અનુચિત કર્મથી લજ્જિત થવું જ લજ્જા-ભાવ છે
સુમુખી કોમળાંગના સુલભ લજ્જા તો અન્ય કશું છે.
1021
103. குடிசெயல் வகை · The Way of Maintaining the Family
கருமம் செயஒருவன் கைதூவேன் என்னும்பெருமையின் பீடுடையது இல்.
‘નિજ કુળ પ્રતિ કર્તવ્યથી નહીં થાઊં વિમુખે’ - આ કથનમાં
નિરૂપિત ગૌરવપૂર્ણ મન્તવ્ય સર્વશ્રેષ્ઠ છે.
1031
104. உழவு · Farming
சுழன்றும்ஏர்ப் பின்னது உலகம் அதனால்உழந்தும் உழவே தலை.
ચક્ર સમ ફરતું આ જગત હળને જ આશ્રિત છે
અતઃ કૃષિ-કર્મ છે સર્વશ્રેષ્ઠ, ભલે હોય એ શારીરિક શ્રમથી યુક્ત.
1041
105. நல்குரவு · Poverty
இன்மையின் இன்னாதது யாதெனின் இன்மையின்இன்மையே இன்னா தது.
પૃછા થાય કે અભાવ સમ દુઃખદાયી હોય શું
તો કહેવાય કે અભાવ સમ દુઃખદાયી તો અભાવ જ!
1051
106. இரவு · Mendicancy
இரக்க இரத்தக்கார்க் காணின் கரப்பின்அவர்பழி தம்பழி அன்று.
સુયોગ્ય નરથી માંગી શકાય ભિક્ષા અને ગોપનવૃત્તિવશ જો ન આપે તે
તો દોષ ગણાય એનો ન કે યાચકનો.
1062
107. இரவச்சம் · The Dread of Mendicancy
இரந்தும் உயிர்வாழ்தல் வேண்டின் பரந்துகெடுக உலகியற்றி யான்.
આ લોકના સૃષ્ટાને જો ભિક્ષા માંગી જીવવું પડે
તો એ પણ યાચક સદૃશ ભટકી-ભટકીને થઈ જાય વિનષ્ટ.
1071
108. கயமை · Baseness
மக்களே போல்வர் கயவர் அவரன்னஒப்பாரி யாங்கண்ட தில்.
તુલના પશ્ચાત માનવ સદૃશ નિકૃષ્ટ
અમને કોઈ દૃષ્ટિગોચર થયું નથી.

અનુવાદો © કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન, ચેન્નાઈ · CC BY 4.0 · 22 ભાષાઓમાં તિરુક્કુરલ

પહેલ Government of India શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર
અમલીકરણ કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થાન (CICT), ચેન્નાઈ